પ્રકરણ ૪

મેનુગ્રુપ-તંત્ર

 

ચરણ ૧ – સાંકેતિક શબ્દ બદલવો

નેવિગેશન ‌: તંત્ર-> સાંકેતિક શબ્દ(પાસવર્ડ)

જ્યારે તમે હિશાબ સિસ્ટમ ચાલુ કરી ઉપર મુજબ નેવિગેશન કરશો, ત્યારે તમે નીચે પ્રદર્શિત સ્ક્રિન જોઇ શકશો.

શરૂઆતમાં દરેક વહિવટકર્તાએ પોતાનો પાસવર્ડ નીચે દેખાતા સફેદ ખાલી બોક્ષ માં દાખલ કરવો પડશે.

ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો

(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)

ત્યાર બાદ વહિવટકર્તા, અન્ય ઉપયોગકર્તાઓ ના પાસવર્ડ માટે એજ રીતે તેમના નામ સાથે દાખલ કરી શકશે.

 

 

સાંકેતિક શબ્દ(પાસવર્ડ) બદલવો

જ્યારે જ્યારે વપરાશકર્તા બદલાય અથવા તેમનો પાસવર્ડ બદલવાની જરૂરીયાત જણાય, ત્યારે આજ સ્ક્રિન થકી પાસવર્ડ બદલવા માટે, પ્રથમ જુનો પાસવર્ડ દાખલ કરવો અને ત્યારે બાદ નવો પાસવર્ડ દાખલ કરી ભલે બટન દબાવવું અને ત્યારે બાદ ફરીથી નવો પાસવર્ડ દાખલ કરવો. આટલી પ્રક્રિયા કરશો, ત્યાર બાદ તમે સિસ્ટમ માં નવા પાસવર્ડ થી કામ કરી શકશો.

 

ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો

(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)

 

 

ચરણ ૨ – કોન્ફીગરેશન (ગોઠવણ)

નેવિગેશન ‌: તંત્ર-> કોન્ફીગરેશન (ગોઠવણ)

આ સ્ક્રિન તમોને વિવિધ ગોઠવણો, જેવીકે ડાટાબેઇઝના સ્થાન માં ફેરફાર કરવો, સ્ક્રિનના થીમ કે દેખાવ માં ફેરફાર કરવો, હાર્ડવેર ની માહિતી ઉમેરવી કે કમી કરવી, તેમજ નિચે દેખાતા સ્ક્રિનમાં આપેલ અન્ય કાર્યો કરવામાં મદદરૂપ થાય છે.

ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો

(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)

 

 

ચરણ ૩ – પ્રિન્ટર

નેવિગેશન ‌: તંત્ર-> પ્રિન્ટર

પ્રિન્ટર ને તમારા કોમ્પ્યુટરસાથે સંલગ્ન કર્યા બાદ, જ્યારે તમે સિસ્ટમ વાપરશો ત્યારે તમારે જો પ્રિન્ટ કેવી નીકળશે તેનું પૂર્વદર્શન કરવું હોય,અથવા બીલમાં કરેલ સુધારા જોવા હોય તો તે નીચે દર્શાવેલ સ્ક્રિનમાંથી જોઇ શકશો.

ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો

(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)

 

 

ચરણ ૪– બહાર

નેવિગેશન ‌: તંત્ર-> બહાર

જ્યારે એક વ્યક્તિ એક સિસ્ટમ પર કામ કરે છે, અને તેની જરૂરિયાત સ્ટોરમાં અન્ય કામ માટે ઉભી થાય છે, તો તેણે હિશાબ સિસ્ટમ માંથી લોગ-આઉટ થઇ, બહાર નીકળવું પડશે અને નવી વ્યક્તિએ તેમાં દાખલ થવું પડશે. નીચે દર્શાવેલ સ્ક્રિનમાંના બહાર બટન થકી તમે સિસ્ટમ માંથી બહાર નીકળી અને હિશાબના મુખ્ય સ્ક્રિન ઉપર પહોંચી જશો. જ્યાંથી અન્ય વપરાશકર્તા એ દાખલ કેમ થવું તેની ચર્ચા પ્રકરણ ૧ માં આપણે કરી ગયેલ છીએ.

 

ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો

(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)