પ્રકરણ ૨

પ્રકરણ ૨

મુખ્યમેનુ-વેચાણ ગ્રુપ

ચરણ-.- નેવિગેશનઃ -> વેચાણઃ

આ સ્ક્રીન થી તમારે ત્યાંથી વેચાતી વસ્તુઓ ના બીલ બનાવી શકો છો, કર ની ગણતરી સ્વયં થતી જાય છે, જે દિવસને અંતે જોઇ શકો છો, રોજ-બરોજ, દર સપ્તાહ, માસ, ત્રિમાસ, કે વરસ ને અંતે, તમે ઉઘરાવેલ અને ભરવાના થતા વેટ કર કે અન્ય કરની માહિતી તમને મળી જાય છે.

બીલ બનાવતા ભૂલ થાય તો સુધારી શકો તેમજ , એક બીલ બનાવતાં બનાવતાં, તે પેડિંગ રાખીને, જરૂર જણાય તો નવું બીલ શરૂ કરી શકો છો, અને ફરી થી અગાઉ બાકી રાખેલ બીલ કે બીલો પરત લાવી ને તે કામ પુરૂં કરી શકો છો. આ સ્ક્રીન ઉપરથી જ તમે બીલ ના નાણા કરતાં ગ્રાહક વધારે નોટો આપે તો પરત આપવાના રૂપીયા ની ગણતરી કરવા ના સ્ક્રીન પર પહોંચી ને બાકી રકમ પરત કરી, બીલ ની પ્રિન્ટ લઇ શકો છો.

હવે આ બધું કેવી રીતે કરી શકાય, તે સમજવા માટે અને પ્રેક્ટીશ કરવા માટે, આપણે નીચે આપેલ વિગતો નો સ્ક્રીન સાથે અભ્યાસ કરીએં.

ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો
(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)

ઉપરના સ્ક્રીનમાં તમે મુખ્ય મેનુ-ગ્રુપ ના "વેચાણ" નામના બટન ઉપર ક્લિક કરો એટલે તમને "ટિકિટ" નામના બોક્ષ માં ચાલુ સમય ઉપર મુજબ દેખાશે દા.. ઉપર તમને 3:16 968 લખેલી ટિકિટ દેખાય છે, જે કોરી છે, તેથી તમે અહીં થી વેચાણ બીલ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી શકો છો.

ત્યાર બાદ તમારે જ્યારે નવું બીલ બનાવવું હોય ત્યારે "ન્યુ" નામના બટન ઉપર ક્લિક કરશો એટલે ટિકિટ બાજૂના બોક્ષમાં નવા બીલનો સમય આવી જશે. હવે ધારો કે તમારે સાબુ ના વર્ગ માંથી હમામ ની પાંચ ગોટીઓ વેંચવાની છે, તો તમારે તે માટે નીચે મુજબ ના દશ પગલા લેવાના રહેશે.

ચરણ-.-વેચાણ ના દશ પગલાઃ

  1. ઉપર કહ્યું તેમ "ન્યુ" બટન પર ક્લિક કરો અને ખાત્રી કરો કે નવી ટિકિટ નો સમય દેખાય છે.

  2. કી પેડ નો ઉપયોગ: ગ્રાહક કોઇપણ વસ્તુ ના એક કરતાં વધારે એકમ ખરીદવા માંગતો હોય, તો કીપડ ઉપરનો તે નંબર, દા.. હમામ ની પાંચ ગોટી, તો કીપેડ ઉપરનો પાંચ (5) સિલક્ટ કરી ને ક્લિક કરો. હવે જુઓ, કીપેડ અને ડ્રોપ ડાઉન બોક્ષની વચ્ચે દેખાતા ખાલી બોક્ષ માં, તે નંબર દેખાશે.

    (નોંધ :- આ કી પેડ ની તમને ત્યારેજ જરૂર પડશે, જ્યારે, ગ્રાહક એક કરતાં વધારે એકમ ખરીદવા માંગતો હોય, નહિંતર, તમે સીધાજ, નીચે ૪થા અને પાંચમા પગલા માં જાણાવેલ બોક્ષ નો ઉપયોગ કરી, ગ્રાહકે પસંદ કરેલ વસ્તુ પર ક્લિક કરવાથી એક એકમ બીલ માં આવી જશે.) અને જો તેજ એકમ માં બીજું એકમ ઉમેરવાનું થાય તો કીપેડ ના (+ )વત્તા ની નીશાની વાળા બટન પર એક વખત ક્લિક કરો, જુઓ બીલ માં એક ને બદલે બે નંગ થયા અને રકમ પણ ડબલ થઇ ગઇ. આવી જ રીતે તમે જેટલી ક્લિક કરશો તેટલા નંગ ઉમેરાતા જશે, અને કમી કરવામાટે (-) કી પેડ ના ઓછા ની નીશાની વાળો બટન વાપરો.)

  3. ઉપર જણાવ્યા પ્રમાણે તમારે જો કીપેડ ના (+ )વત્તા ની નીશાની વાળા બટન નો ઉપયોગ ના કરવો હોય તો, કીપેડ ના ઉપરના ભાગમાં એક્સ્ટરીક્ષ (*) બટન પર ક્લિક કરો અને ત્યારે બાદ જેટલા નંગ વેચવાના હોય તેના ઉપર ક્લિક કરી અને કીપેડ ના (+ )વત્તા ની નીશાની વાળા બટન પર ક્લિક કરો અને જુઓ, હવે બીલ માં તેટલા નંગ આવી ગયેલ છે.

  4. કી પેડ ની નીચે ના ખાલી બોક્ષ તેમજ ડ્રોપ ડાઉન બોક્ષ નો ઉપયોગ : જ્યારે કોઇ એવી વસ્તુ વેંચવાની હોય કે જેનો તમારા કમ્પ્યુટરના સ્ટોકમાં સમાવેશ કરવામાં આવેલ ના હોય, ત્યારે તે વસ્તુની કીંમત બીલ માં ઉમેરવા માટે તમારે કીપેડ ની નંબર કી થી તે રકમ લખશો એટલે તે રકમ આ ખાલી બોક્ષ માં દેખાશે,સાથેસાથે તમારે ડ્રોપ ડાઉન બોક્ષ માં કર ના દર માં પણ જરૂર મુજબનો ફેરફાર કરવાનો રહેશે. ત્યાર બાદ તમે કીપેડ ના (+ )વત્તા ની નીશાની વાળા બટન પર ક્લિક કરશો એટલે તે બીલ માં ઉમેરાઇ જશે. હવે, એક કરતા વધારે નંગ હોય તો, જેટલા નંગ વેંચવાના હોય તેટલી વખત (+ )વત્તા ની નીશાની પર ક્લિક કરવાથી નંગ એક, એક કરી ને ઉમેરાતા જશે, તેવીજ રીતે (-) ઓછા ની નીશાની ઉપર ક્લિક કરવાથી ઘટતા જશે.

  5. પેનના આકારનું બટનઃ આ બટન પણ બીલ માં લખેલ વસ્તુ ના નંગ માં ફેરફાર કરવા માટે છે. દા.. ઉપર ના સ્ક્રિનમાં, વસ્તુ ને સિલેક્ટ કરી, આ બટન પર ક્લિક કરવાથી એક નવું સ્ક્રિન દેખાશે, જેમાં લાઇનમાં ફેરફાર કરો લખેલ છે, જેના મારફતે તમે વેંચવાની વસ્તુ ના ભાવમાં કે નંગ માં વધારો-ઘટાડો કરી શકશો. જો તમે કરના દર સાથે અથવા તે સિવાય ફેરફાર કરશો તો તે મુજબ બીલ બનશે.

  6. હવે, તમે જે વસ્તુ, કે જે કમ્પ્યુટરના સ્ટોકમાં ન હતી તે, બીલમાં ઉમેરવામાટે ઉપર મુજબ લીધી, તેનો જે વર્ગ હોય, દા.. ખાધ્ય પદાર્થ, તો તે વર્ગ નીચે ના ડ્રોપ ડાઉન બોક્ષમાં થી સિલેક્ટ કરશો, એટલે બીલની અંદર તેના પર લાગતો વેટ – કર, દર પ્રમાણે ઉમેરાઇ જશે.

  7. વેંચવાની વસ્તુ જે વર્ગની હોય તેનું નામ (દા.. સાબુ) નીચે દેખાતા વર્ગ-સૂચી ના કેટેગરી બોક્ષ માં માઉસ પોઇન્ટર થી ક્લિક કરો, જુઓ, આમ કરવાથી તેના ઉપર બ્લુ રંગ ની પટી આવી જશે, અને તેજ સમયે બાજુના બોક્ષ માં આ વર્ગ નીચેની બધીજ વસ્તુઓ તેમના ચિત્રો અને નામ સાથે દેખાશે.

  8. આ વસ્તુઓ માંથી ગ્રાહકે પસંદ કરેલ વસ્તુ પર ક્લિક કરવાથી તેની બધીજ વિગતો બીલ માં ઉમેરાઇ જશે.

  9. હવે કોઇ વસ્તુ ભૂલ થી બીલ માં આવી ગયેલ છે, તો તે વસ્તુ સિલેક્ટ કરી, કી પેડ ની ડાબી બાજુમાં દેખાતા વચ્ચે ના ચોકડીવાળા (x) બટન પર ક્લિક કરો, તો તે વસ્તુ બીલમાંથી નીકળી જશે.

  10. આવીરીતે ગ્રાહકે ખરીદેલ બધીજ વસ્તુઓનો સમાવેશ બીલ માં થઇ જાય પછી = ની નીશાની વાળા બટન ઉપર ક્લિક કરો, તેથી પેટા સરવાળો અને કર સાથેની કુલ રકમ નો સરવાળો જે તમને બીલ માં દેખાશે તેજ રકમ, = ની નીશાની વાળા બટન ઉપર ક્લિક કર્યા પછી તુરતજ, નીચે પ્રદર્શીત ચુકવણી નામના , નવા સ્ક્રીન માં દેખાશે.

ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો
(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)

    જ્યારે ગ્રાહક બીલ મુજબની પુરી રકમ કેશ, ચેક, ક્રેડિક કાર્ડ ઇત્યાદિ થી ચૂકવે, ત્યારે " ભલે "બટન પર ક્લિક કરી ને હિસાબ પૂરો કરો.

પરંતુ, જો ગ્રાહકે બીલ કરતાં વધારે રકમ કેશ આપેલ હોય, તો તે રકમ કીપેડ ના નંબર માંથી માઉસ પોઇન્ટર વડે દાખલ કરો, જેથી તેણે આપેલા રકમ દેખાશે અને તેની નીચેના છૂટા પૈસા લખેલ બોક્ષમાં બાકી નીકળતી રકમ દેખાશે, જે પરત કરીને "ભલે" બટન પર ક્લિક કરો. આથી તમે ફરીથી અગાઉ ના બીલ ના સ્ક્રીન પર આવી જશો. હવે પ્રિન્ટર ના બટન પર ક્લિક કરી ને બીલ છાપો.

નોંધઃ જો વસ્તુ બારકોડેડ હોય, તો બારકોડ ઉપર સ્કેનર ફેરવશો એટલે બીલ દેખાશે, અને તમારે સીધાજ આઠમા પગલામાં જણાવેલ = ની નીશાની ના બટન નો ઉપયોગ કરવાનો રહેશે.

 

૧.૨.૧ વસ્તુની ખાસિયતોની લાક્ષણીતાઓ
નેવિગેશનઃ -> મુખ્ય -> સ્ટોક ->વસ્તુ

ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો

(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)

તેમાં એક નવો ખાસિયતો નામનો સ્તંભ ઉમેરાયો છે. જે હાલ ખાલી છે.

વેચાણ કરતી વખતે તમે જ્યારે ખાસિયતોના બટન પર કલિક કરશો ત્યારે તેમાં નીચે મુજબની ચેતવણી આવશે.

 

ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો

(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)

 

ચેતવણી:

Click on picture to enlarge

(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)

ચેતવણી દુર કરવા નિચેના પગલાં ભરો.

મુખ્ય -> સ્ટોક -> વસ્તુની ખાસિયતો

નિચે મુજબ ત્રણ નવી ખાસિયતો બનાવો

ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો

(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)


મુખ્ય -> સ્ટોક -> ખાસિયતોનું મુલ્ય
દરેક ખાસિયતોને અમુક મુલ્ય આપો, જે કંઇપણ આંકડો કે શબ્દ હોઇ શકે.

ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો

(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)

 

ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો

(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)

 

ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો

(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)

એક ખાસિયતોનું એકથી વઘારે મુલ્યો હોઇ શકે, (બિલ બનાવતી વખતે વપરાશકર્તા કોઇપણ એક પસંદ કરી શકે છે.

 

ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો

(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)

 

મુખ્ય -> સ્ટોક -> વસ્તુની ખાસિયતોનો સમુહ

ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો

(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)

અમુક વસ્તુની ખાસિયતોનો સમુહ બનાવો, તેના નામ ખાસિયતોના નામ જેવા રાખવા. બિલ બનાવતી વખતે આ તેની ઓળખાણ બનશે.

અને છેલ્લે વસ્તુની ખાસિયતોના સમુહને વસ્તુની ખાસિયતો સાથે જોડો.

 

મુખ્ય -> સ્ટોક -> વસતુની ખાસિયતોનો વપરાશ

 

ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો

(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)

 

પોન્ડસને પસંદ કરી નવું બટન પર કલિક કરો

ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો

(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)

 

બઘી ખાસિયતોને નિચેના ચિત્ર પ્રમાણે લખો

ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો

(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)


ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો

(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)

 

ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો

(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)

 

ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો

(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)

 

ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો

(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)

 

અહિં પોન્ડસ અને નાઇસિલ એમ બે ખાસિયતો બનાવેલી છે, જેમાં નાઇસિલ ખાલી છે અને પોન્ડસની ત્રણ ખાસિયતો નાનું, મિડીયમ, મોટું છે. આ ત્રણનું મુલ્ય નિચે મુજબ છે.

મુલ્ય:
પોન્ડસ નાનું: ૪૦
પોન્ડસ મીડીયમ: ૬૦ અને ૮૦
પોન્ડસ મોટું: મોટું પેકેટ

હવે વસ્તુ પોન્ડસને ખાસિયત પોન્ડસ સાથે જોડો

મુખ્ય -> સ્ટોક -> વસ્તુ

ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો

(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)


ખાસિયતોમાં બે વિક્લપો છે, હવે પોન્ડસ પર કલિક કરો અને સેવ કરો.
હવે વેચાણની સક્રીન પર પાછા પહોંચી જાઓ.

ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો

(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)

 

નિચેનું ચિત્ર દેખાશે.

ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો

(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)


આ ચિત્રમાં મુખ્ય -> સ્ટોક -> ખાસિયતોનું મુલ્ય માં આપેલી કિંમતો દેખાશે.
નિચેનું ચેત્ર જુઓ.

 

ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો

(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)

 

ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો

(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)


તેમાંથી એક વિક્લપ પસંદ થઇ શકશે. અહિં ૬૦ પસંદ કરેલ છે.

ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો

(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)


નોંધ: તમે એક સાથે ત્રણ અથવા એક પણ નહિં પસંદ કરી શકો છો . અહિં ત્રણે પસંદ કરેલ છે.

ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો

(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)

 

બિલ નીચે પ્રમાણે આવશે.

ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો

(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)

 

 

 ચરણ-.-ભુંસો (Delete) બટનઃ

ઉપર ચરણ-.૧ માં દર્શાવેલ વેચાણ સ્ક્રીન ની છબી માં, "ન્યુ" ની બાજુ નું બટન "ભુસો" આપેલ છે, જેનો ઉપયોગ તમે બીલ ને કેન્સલ-રદબાતલ કરવા માટે કરી શકો છો. જો ગ્રાહક કોઇ પણ કારણસર ખરીદ કરવા ધારેલ વસ્તુઓ લેવા નથી ઇચ્છતું, તો કંઇ વાંધો નહિં, તમે બનાવેલું બીલ, ભુસો બટન થી રદબાતલ કરો. જુઓ, નીચે મુજબ એડીટર મેસેજનું સ્ક્રીન દેખાશે. જેમાં Yes ઉપર ક્લિક કરો તેથી તમોએ બનાવેલ નંબર ની રશીદ નષ્ટ થઇ જશે.

ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો
(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)
 

ચરણ-.-યાદી (List) બટનઃ

તમે એક કે વધારે બીલો બનાવતાં બનાવતાં અધૂરા છોડી ને નવુ (New) બટન દબાવી બીજા ગ્રાહક નું બીલ બનાવેલ હોય, અને ફરી થી બાકી રહેતા બીલ જોવા હોય તો યાદી બટન પર ક્લિક કરો અને જુઓ, નીચે નું, ચીઠી (Ticket) લખેલું સ્ક્રીન દેખાશે, જેમાંથી તમે જોઇતું બીલ, બાકી રહેતા 3:44 453 અને 3:55 359 બીલ માંથી પસંદ કરી તેના પર ક્લિક કરો. હવે તમે તે બીલ માં વસ્તુઓ ઉમેરી શકશો કે કમી કરશો.

ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો
(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)

 

ચરણ-.-વેચાણ બદલાવો (Edit Sales):

નેવિગેશનઃ -> વેચાણ બદલાવો-> પાછાઆપો (Refund).

નીચે ના સ્ક્રીન થી તમારે ત્યાંથી વેચેલી વસ્તુ ગ્રાહક બીલ સાથે પરત લાવે તો તેના બીલ માંથી નંબર જોઇ ને, તેની માહિતી જોઇ શકશો. તે વસ્તુ પરત રાખી ને રૂપીયા પાછા આપી શકશો. આમ પરત આવેલ વસ્તુ તમારા સ્ટોકમાં સ્વયમ્ આવી જશે. વેચાણ પરત કે બદલાવવા ની સમગ્ર પ્રક્રિયા સમજવા માટે અને પ્રેક્ટીશ કરવા માટે, આપણે નીચેના સ્ક્રીન નો વિગતે અભ્યાસ કરીએં.

જુઓ, 12 નંબર ના બીલ સાથે ગ્રાહક માલ પરત લાવેલ છે.

ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો
(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)

 

  1. વેચાણ બદલાવો બટન ક્લિક કરો, કીપેડ થી 12 નો નંબર દાખલ કરી ને બાજુનું (_/) રાઇટ ની નીશાની વાળું બટન ક્લિક કરો અને જુઓ, વચ્ચે ના વિભાગ માં 12 નંબર ની રશીદ કે બીલ પ્રદર્શીત થશે.

  2. હવે બંને વસ્તુઓ પરત લઇ રકમ પરત કરવાની હોય તો " પાછાઆપો“ બટન પર ક્લિક કરો, જેથી તમે તેપછી ના નીચે દેખાડેલ ચૂકવણી ના સ્ક્રીન પર આવશો. જેના પર લખેલ છે કે પાછું આપી ને હા દબાવો. એટલે તમારે પહેલા તેમાં દેખાતી રકમ ગ્રાહક ને પરત કરી ને નીચે નુ (_/) રાઇટ ની નીશાની વાળું બટન ક્લિક કરો અને જુઓ, તે પછી ના સ્ક્રીન માં દેખાતી, વચ્ચે ના વિભાગ માં બાવન નંબર ની રશીદ કે બીલ પ્રદર્શીત થશે.

 ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો
(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)

 . અહીં તમારે 12 નંબરની રસીદ ગ્રાહક પાસે થી પરત લઈ ને કેન્સલ કરવા માટે તેના પર ચોકડી મારી દેવી કે તેનો નાશ કરવો જેથી તેનો ફરી ઉપયોગ કરી બીજી વખત રૂપીયા પરત લેવા ની કોઇ ઝંઝટ ના કરે. અહીં તમે એ પણ જોશો કે તમે નાણા પરત આપ્યા તેનું પણ એક બીજા નંબર ની રશીદ કે બીલ બન્યું, જે તમે ઇચ્છો તો 12 નંબરની રશીદ પર નોંધી, તેમજ આ રશીદને ઉપર દેખાડેલ છબી માંના પ્રિન્ટ બટન થી પ્રિન્ટ કરી, તેના ઉપર પણ 12 નંબર નો આંકડો નોંધી શકો છો, અને બન્ને રશીદો સાથેજ પીન કરી ને ગ્રાહક ને પરત કરી શકો છો.

 

ચરણ-.-વેચાણ બદલાવોઃ નેવિગેશનઃ ->વેચાણ બદલાવો-> બદલાવોઃ

ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો
(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)

હવે, ધારોકે, ગ્રાહક વસ્તુઓ પરત કરે છે, અને સામે બીજી વસ્તુઓ ખરીદે પણ છે, તો તમે જુની 12 નંબર ની રશીદ સ્ક્રીન ઉપર લઇ આવ્યા પછી, પાછા આપો ને બદલે બદલાવો બટન ક્લિક કરી શો છો. આમ કરવાથી, તે બીલ માંની વસ્તુઓમાં ફેરફાર કરી શકાશે. વચ્ચે ના ચોકડી વાળા બટન થી પાછી આવેલી વસ્તુઓ નીકાલી શકશો, અને સામે જે વસ્તુઓ ખરીદે તે જાણે તમે નવુંજ બીલ બનાવતા હો તે રીતે દાખલ કરી શકશો, જે કુલ્લ રકમ થાય તે લઇ લો, અને ગ્રાહકે વસ્તુઓ પરત કરી તેના રૂપીયા પાછા આપી, જુના બીલ માંથી તે રકમ પર નીશાની કરી, જુના બીલ ના રૂપીયા પાછા આપો, અને તેના ઉપર ચોકડી મારી દો. અહીં, પરિસ્થિતી એ થઇ કે જાણે તે બીલ ની વસ્તુઓ તમે આજેજ, નવું બીલ બનાવ્યું ત્યારે જ વેંચી. તમારા સ્ટોક માં જરૂરી ફેરફાર થઇ જશે, પાછી આવેલ વસ્તુઓ, જે તમે બીલમાંથી છેકી ને પરત લિધી તે જમા થઇ ગઇ, અને વેંચી તે બહાર થઇ ગઇ. 

 

ચરણ-.૧ નેવિગેશનઃ -> ચુકવણીઃ

આ સ્ક્રીન માં કારણ (Reason) સામેના ડ્રોપ ડાઉન બોક્ષ માં દુકાનમાંથી રૂપિયા બહાર જાય, ખરિદી કે કોઇ અન્ય કારણ સર ચૂકવણી થાય, તેમજ વેપાર સિવાય બીજા રૂપીયા દુકાનમાં આવે, તેની એન્ટ્રી કરવામાટે વ્યવસ્થા કરવામાં આવેલ છે.

ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો
(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો) 

દા.. તમે જો ખરીદી ના રૂપીયા ચૂકવવાની એન્ટ્રી કરવા માંગતા હશો તો, કારણ સામેના ડ્રોપ ડાઉન બોક્ષ માંથી કેશ(આઉટ) સિલેક્ટ કરી ને તેના પર ક્લિક કરવાથી તે બોક્ષ માં કેશ(આઉટ) દેખાશે. હવે, તમે નીચે સરવાળો લખેલ છે તેની સામેના બોક્ષમાં, ખરીદી માટે જેટલી રકમ ચૂકવેલ હોય તે કીબોર્ડ મારફતે દાખલ કરો. હજુ બીજી એન્ટ્રી આજના પરચૂરણ ખર્ચ ની કરવાનીહોય, તો ફરી થી કેશ(આઉટ) સિલેક્ટ કરી ને તે ખર્ચ ની રકમ ટાઇપ કરો. ત્યાર બાદ જો કોઇ રકમ દુકાન માં આવેલ હોય, દા.. ઉઘરાણી, તો તેમાટે કેશ(ઇન) સિલેક્ટ કરી ને, રકમ ટાઇપ કરો.

 દરેક વખતે, એન્ટ્રી કર્યા બાદ, તેને સેવ કરવા માટે સેવ ના બટન ઉપર ક્લિક કરવી, તેમજ નવી એન્ટ્રી માટે નવું (New) નો બટન ક્લિક કરવો.

જો એન્ટ્રી ચાલુ દિવસ ની ન હોય, તો તારીખ ના બોક્ષની બાજુમાં આપેલ કેલેન્ડર પર ક્લિક કરી, તેમાંથી તારીખ સિલેક્ટ કરી ને પછી એન્ટ્રી કરવી.

 

ચરણ-.૨ નેવિગેશનઃ -> રોજમેળ (Close Cash):

તમે રોજમેળ મેનુ પર ક્લિક કરશો, એટલે તમને નીચે દેખાતો સ્ક્રિન મળશે.

ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો
(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો) 

 તમે જોઇ શકો છો કે અહીં તમે અત્યાર સુધી કરેલ વેચાણ, ખરીદી કે અન્ય ખર્ચ પેટેની ચૂકવણી, તેમજ ઉઘરાણી કે અન્ય રીતે આવેલ રકમો ચુકવણી ના હેવાલ માં જોવા મળશે. નીચે વેચાણ નો હેવાલ છે, તેમાં પેટા સરવાળો એ તમારા વેચાણની આવક છે અને સરવાળો એ કુલ્લ રકમ છે, જેમાં કરની રકમ ઉમેરાઇ ગયેલ છે. આ ટોટલ રકમ તમને ઉપર ચુકવણી ના કેશ સામેના ખાના માં જોવા મળશે અને બહારના ખાના માં ચોક્ખી રકમ જે તમારી પાસે હાજર છે, તેમજ જરૂર જણાય તો ખાના માંથી કાઢી ને ગણી પણ શકશો.

હવે તમે, રાત્રે દુકાન વધાવો ત્યારે, આ પ્રમાણે કેશ મેળવી ને નીચે દેખાતું રોજમેળ બટન ક્લિક કરશો, એટલે ઉપરની વિગતો નીકળી જશે, મતલબ આજનો તમારો રોજમેળ મળી ગયો છે, માટે તમે રોજમેળ પર ક્લિક કરી ને નવા દિવસ ના હેવાલ માટે જગ્યા ખાલી કરી.

 

ચરણ-૨.૨ નેવિગેશનઃ -> રોજમેળનો હેવાલ ( Cash Closed):

હવે તમે જ્યારે રોજમેળ પર ક્લિક કરો છો, અને તે સ્ક્રિન નીકળી જાયછે, ત્યાર બાદ મેનુ માં રોજમેળનો હેવાલ બટન પર ક્લિક કરશો એટલે તમને નીચે મુજબ નો હેવાલ મળી જશે, જે તમે ધારો ત્યારે જોઇ શકશો, તેમજ ઇચ્છો તો તેની પ્રીન્ટ પણ લઇ શકશો.

ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો
(ચિત્ર મોટું કરવા તેના પર કલિક કરો)