"હિસાબ" વેચાણ સ્થળ માટે નું સોફ્ટવેર
"હિસાબ" ની માર્ગદર્શીકા
પ્રસ્તાવના
આ માર્ગદર્શિકા હિસાબ ૨.૧૦ ની છે, અમે ટુંક સમયમાં અદ્યતન ૨.૩૦ વર્ઝન પ્રકાશિત કરશું
આ પુસ્તીકા નું આયોજન તમારા કમ્પ્યુટરમાં "હિસાબ" ઈન્સ્ટોલ કરી આપવામાં આવે, ત્યાર બાદ તેની મદદ થી તમે કે "હિસાબ" ના અન્ય વપરાશકર્તાઓ, તે સિસ્ટમને કેવી રીતે ચલાવી શકો, એ બાબતનું સંપૂર્ણ માર્ગદર્શન સરળતાથી મળી રહે તે રીતે ચાર પ્રકરણો અને ત્રણ પરિશિષ્ટો માં કરવામાં આવેલ છે.
પ્રથમ પ્રકરણ માં કમ્પ્યુટર ના ઉપકરણો અને "હિસાબ" સિસ્ટમ* માં પ્રયોજીત દરેક સ્ક્રીન માં સમાન રીતે દેખાતા બટનો તેમજ ખાનાઓ, વિવિધ સ્ક્રીન માં કામ કરવા માટે કીબોર્ડ, કીપેડ, સ્કેનર તેમજ બટન નો ઉપયોગ સમજાવેલ છે.
દ્વિતીય પ્રકરણ તમોને મુખ્ય મેનુ-ગ્રુપ માં સમાવિષ્ટ છ સ્ક્રીન ની સરળ સમજ આપશે તેમજ રોજ-બરોજ ના કામમાં તે કેવી રીતે સહાયક બનશે તેનું બયાન કરશે.
હિસાબની નવી વિશિષ્ટતા અને ખાસિયતો પણ આમાં સમાવેલી છે.
તમારી દુકાનના વહીવટ માટે ખૂબજ મહત્વ ધરાવતા "હિસાબ" સિસ્ટમ ના વહીવટ મેનુ-ગ્રુપ ત્રીજા પ્રકરણ માં આપેલ છે. આ પ્રકરણ માં છ અગત્યના સ્ક્રીન મારફતે ડાટા-બેઇઝ કેવી રીતે દાખલ કરવો તે સ્ટેપ-બાય-સ્ટેપ સમજાવેલ છે, તેમજ દુકાન ના વહીવટ માટે તેમાં સમાવિષ્ટ હેવાલ માટે ના છ સ્ક્રીન તમને કેવી રીતે સહાયક બનશે તે દર્શાવેલ છે. આ હેવાલો ની રચના મેનેજમેન્ટ સાયન્સ ના સિદધાંત્તો આધારીત છે, જે તમોને કૂશળતા પૂર્વક ના વહીવટ માટે ખૂબજ ઉપયોગી સાબિત થશે.
ચોથા પ્રકરણ નું આયોજન તમે તંત્ર નામના મેનુ-ગ્રુપ દ્વારા તમારી દુકાન માં કામ કરતા મેનેજર અને કર્મચારીઓ "હિસાબ" સિસ્ટમ નો ઉપયોગ કેવા પ્રકાર ના કામો માટે કરી શકશે અને તમે તેમના કામોનું આયોજન, નિયમન તેમજ સંકલન કેટલી સરળતાથી કરી શકશો તે સમજાવવા માટે કરેલ છે.
છેલ્લે, આ માર્ગદર્શીકા માં આપવામાં આવેલ ત્રણ પરિશિષ્ટો માં અનુક્રમે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો ના જવાબો, બીજા માં "હિશાબ" ના વિવિધ સ્ક્રીનોમાં વાપરવામાં આવેલ અંગ્રેજી શબ્દો નો ગુજરાતી લિપી માં અનુવાદ તેના પર્યાય તેમજ જરૂરી સમજણ સાથે, તેમજ "હિશાબ" સિસ્ટમ સિવાય ના, આ પુસ્તિકામાં આવતા અંગ્રેજી શબ્દો ના અર્થ જાણવા ત્રીજું પરિશિષ્ટ આપેલ છે.


