હિસાબ રેસ્ટોરન્ટ માટે ઉપયોગી છે. તે માટે તમને તેમાં થોડા ફેરફાર કરવા પડશે.
નીચે જણાવેલા પગલાં ભરો.
હિસાબ સોફ્ટવેર ચાલુ કરી એડમીનીસ્ટ્રેટર તરીકે લોગ-ઇન થાઓ.
તંત્ર -> ગોઠવણ -> ચિઠીઓ પર જાઓ.
'રેસ્ટોરન્ટ' વિકલ્પ પસંદ કરો.
બચાવો બટન પર કલિક કરો, ત્યારબાદ નિચેનો સંદેશ દેખાશે.
તે મુજબ હિસાબને ફરીથી ચાલુ કરવાથી ફેરફારો જોઇ શકાશે.
એપ્લીકેશનને કરીથી ચાલુ કરી લોગ ઇન કરો. હવે 'વેચાણ' ની સ્ક્રીન નીચે મુજબની બની જાશે.
ઉપરના ચિત્ર અને ટેબલમાં તમે તમારા વેપારની જરુરીયાત મુજબ ફેરફાર કરાવી શકો છો. તે માટે અમારો સંપર્ક કરો.
રેસ્ટોરન્ટ વિભાગની લાક્ષણિકતાઓ
ઉપરના ચિત્રની કોઇપણ ટેબલ પર કલિક કરી તે ટેબલને બુક કરી શકાશે. અને ટિકીટ નંબરની જગ્યાએ ટેબલ નંબર આવી જશે.
હવે તમે વેચાણ કરી શકશો. (વેચાણની વધુ માહિતી માટે અહિં કલિક કરો )
પ્રિન્ટ બટન પર કલિક કરીને તમે રસિદ જોઇ શકશો.
ટેબલ ખસેડવી :
એક ટેબલનું વેચાણ બીજા ટેબલ પર ખસેડવા નિચેના સક્રિનમાં દર્શાવેલા બટન પર કલિક કરો.
વર્તમાન ટેબલને કોઇપણ ખાલી ટેબલ પર ખસેડી શકાય છે.
આ રીતે ટેબલ નંબર બદલી જશે.
ટેબલોનું સંચાલન કરવું
એક વેચાણ ચાલુ હોય ત્યારે બીજો વેપાર શક્ય બનાવવા, હિસાબ વપરાશકર્તા નિચેના સક્રિનમાં દર્શાવેલા બટન પર કલિક કરે.
આ ઉદાહરણમાં 'ટેબલ ૧', 'ટેબલ ૨', અને 'ટેબલ ૪' હાલે ઉપયોગમાં છે, તેથી બીજી બધી ઉપયોગમાં લઇ શકાશે.
એડવાન્સ રેઝર્વેશન સુવિધા
રેઝર્વેશન બટન પર કલિક કરો, તે સક્રિનની સૌથી ઉપર છે.
તેનાથી તમે નિચેની સક્રીન પર પહોંચશો.
નીચે આપેલ ઉદાહરણ સમજીએ :
John Bermudez ગ્રાહક ૫૦૦ વાગ્યાનું અને Robert Smith પણ ૫ ૦૦ વાગ્યાનું રેઝર્વેશન કરાવવા માગે છે. તે માટે નીચે મુજબના પગલાં ભરી શકાય.
- ગ્રાહક ફિલ્ટરના બટન પર કલિક કરી તે ગ્રાહકનું નામ પસંદ કરો. બટન નીચેના ચિત્રમાં દર્શાવેલ છે.
ગ્રાહકનું નામ પસંદ કરો.
ખુરશીઓની સંખ્યા, અને અન્ય જરુરી માહિતી લખો.
બધી માહિતી લખી 'ફલોપી' જેવા દેખાતા 'સેવ' બટન પર કલિક કરો.
આમ કરવાથી ગ્રાહકનું નામ ડાબી બાજુના ખાનામાં આવી જશે. હવે આવિ રીતે બીજા ગ્રાહકની માહિતી પણ લખો.
તમે ગમે ત્યારે કોઠા બટન પર કલિક કરીને વેચાણ સક્રિનમાં જઇ શકો છો.
ગ્રાહકને આવકારવા :
હવે જ્યારે ગ્રાહક આવે ત્યારે 'મેળવો' બટન પર કલિક કરો
અત્યારે ઉપયોગમાં લેવાયેલ ટેબલો બંધ છે.
ખાલી ટેબલ પસંદ કરો.
તમે જોઇ શકો છો કે ટિકીટ નંબરમાં ગ્રાહકનું નામ અને ટેબલ નંબર આવી ગયા.
ઇન્ફાઇનાઇટ ઇન્ડિયા કંપની હિસાબને લગતી તમામ સર્વિસ પુરી પાડે છે. હિસાબમાં તમારા વેપારની જરુરીયાત મુજબ ફેરફાર કરાવવા માટે અમારો સંપર્ક કરો..


