POS સિસ્ટમ વિશેની બુનિયાદી માહિતી

આપણે આ લેખ માં POS System  નાં જુદા જુદા આયામો વિશે જાણકારી મેળવિશું.અહિં POSની માહિતી પ્રશ્નો અને તેને લગતા જવાબો માં આપેલ છે.

આ આર્ટિકલ POS સિસ્ટમના વિવિધ વિષયોની ચર્ચા કરશે જેવાકે, તે શેમાંથી બન્યું, POS સિસ્ટમના ફાયદા અને યોગ્ય POS સિસ્ટમની પસંદગી માટેની અગત્યની સલાહ આપશે.

શા માટે POS સિસ્ટમ શીખવી જરુરી છે?

કદાચ તમે અહિં યોગ્ય POS (વેચાણ સ્થળ માટે નું સોફ્ટવેર) ની શોધ માટે આવ્યા છો કે જે તમારા વેપારને વધારે અને તે માટે તમને વધુ ને વધુ શીખવું પડશે જેથી તમારા વેપારમાં થતી મુશ્કેલી ઝડપથી દુર થઇ શકે. તેમાથી તમારા વેપારને દેખીતો ફાયદો થશે, યોગ્ય POS (વેચાણ સ્થળ માટે નું સોફ્ટવેર)સિસ્ટમની પસંદગી ઘણી રીતે મદદરુપ થઇ શકે અને તમારા વેપારને એક ડગલું આગળ વધારે છે. એવો POS (વેચાણ સ્થળ માટે નું સોફ્ટવેર)સિસ્ટમ પસંદ કરો કે જેને તમે તમારી જરુરીયાત પ્રમાણે ચલાવી શકો.

યોગ્ય POS સિસ્ટમ તમારા કામ કરવાની લેવલને નવિ દીશા આપે છે, કાર્યક્ષમતા વધારે છે, નફો વધારે છે,અને તમારા વેપારની પ્રતિકૃતિને સુધારવામાં મદદ કરે છે.

સામાન્ય રોજમેળ હિસાબ માંથી કમ્પયુટરાઇઝડ POS સિસ્ટમમાં બદલવું શરુઆતમાં મુશ્કેલ પડે તેના માટે ઘણી તૈયારી અને ચીજો શીખવી પડે. પણ તમારા વેપારને સમય જતાં ઘણો ફાયદો થશે.

POS શું છે ?

POS એટલે વેચાણ સ્થળ માટે નું સોફ્ટવેર,દુકાનના કાઉન્ટર પર થતી પ્રક્રીયાઓ, અથવા એવું સ્થળ જ્યાં બધા વહેવાર થાય છે.વેપારી ભાષામાં POS ટર્મીનલને હાર્ડવેર અને સોફટવેરથી બનેલી સિસ્ટમ કહેવાય છે – તે ઇલેકટ્રોનિક કેશ રજીસ્ટર જેટલું જ સક્ષમ પણ તેના કરતાં વધારે ભરોસાપાત્ર છે .

તમને POS(વેચાણ સ્થળ માટે નું સોફ્ટવેર)ને સુપરમાર્કેટ, રેકટોરાં, હોટલ અને લગભગ દરેક પ્રતિષ્ઠિત વેપાર સ્થળે મળી રહેશે.

POS શેમાંથી બનેલું છે ?

તમને ઘણાં અલગ પ્રકારના POS સિસ્ટમ જોવા મળશે, પણ મુળભુત રીતે POS સિસ્ટમ મતલબ એવું કમ્પયુટર જેની સાથે વિશિષ્ટચ સોફ્ટવેર અને હાર્ડવેર મુકેલા હોય, સામાન્ય રીતે તેની સાથે કેશ ડ્રોઅર અને રસીદ પ્રીન્ટર, બારકોડ, સ્કેનર  અને ક્રેડીટ કાર્ડ સ્કેનર મુકેલા હોય છે. સોફ્ટવેર માલિકો સામાન્યરીતે સિસ્ટમ તૈયાર આપે છે, પણ તમે તમારી જરુરીયાત પ્રમાણે ફેરફાર કરાવી શકો છો.

POS ઘણા પ્રકારોમાં મળે છે, ઉચ્ચ સુસજ્જ POS સિસ્ટમ કે જેમાં ઉપર દર્શાવેલી તમામ સુવિધઓ હોય છે, તેમાં અલગ વિભાગો હોય છે, પણ મુળભુત રીતે તે એક કમ્પયુટર જ છે.  નિચે દર્શાવેલા હાર્ડવેર POS સિસ્ટમ સાથે ઉપયોગમાં લઇ શકાય છે...

કેશ રજીસ્ટર
   ટચ સ્ક્રીન

  કસ્ટમર ડિસ્પલે પોલ
  ઇલેકટ્રોનિક સ્કેલ
બારકોડ સ્કેનર
ઇલેકટ્રોનિક / મેગ્નેટીક કાર્ડ રિડર
રસિદ પ્રીન્ટર
   સ્પેસિયલાઇઝડ કિબોર્ડ
પોર્ટેબલ ડાટા ટર્મીનલ

 

POS સિસ્ટમ ખરીદવાના શું ફાયદા છે ?

 POS સિસ્ટમનો સૌથી મોટો ફાયદો છે કે તે તરત જ, ગણતરીની મિનિટોમાં,તમારા માલ સામાનની ચોક્કસ યાદી આપે છે. જયારે ગ્રાહક કંઇ પણ ખરીદે છે ત્યારે તેની તરત જ તમારા માલ સામાનની યાદી માંથી બાદબાકી થઇ જાય છે, કમ્પયુટર સિસ્ટમ તેની દેખરેખ રાખે છે.POS સિસ્ટમ વેપારને લગતી અદ્યતન અને ચોક્કસ માહિતી જેમ કે માલસામાનની યાદી અને ગ્રાહકની યાદી આપે છે.  POS ની મદદથી વેપારી રોજબરોજના વેપાર પરથી અગત્યના નિર્ણયો લઇ શકે છે. POS સિસ્ટમના અગત્યના ફાયદા નીચે મુજબ છે...


  • સમય અને નાણાંનો બચાવ અને વેપારને લગતી અગત્યની માહિતી.
  • ઘણી બધા કાર્ય ઓટોમેટીક થઇ જાય છે જેમકે માલસામાનની યાદી, વપરાશકર્તાની યાદી જેથી સમય બચે છે.
  • વેપારને કુશળતાપુર્વક ચલાવે છે, અગત્યની બધી માહિતી આંગળી ટેરવે મળી જાય છે.
  • જુની વેચાણ માહિતી યાદ રાખવાની જરુર નહિ, તમે જુની વેચાણ માહિતી સરળતાથી જોઇ શકો છો.

 

યોગ્ય POS સિસ્ટમની પસંદગી કરવી

POS સિસ્ટમમાં તમને ઘણી પસંદગી મળી રહેશે, તેની કિંમત હજારોમાં હશે, અને તેથી આખરી નિર્ણયની મુશ્કેલી દુર કરવા નિચેની યાદી ઉપયોગી થશે.

  • માલ સામાનની યાદી રાખવી. તમામ POS સિસ્ટમ વેચાણ અને માલ સામાનની યાદી રાખે છે. પણ યોગ્ય સિસ્ટમ તેને કહેવાય કે જે હરળતાથી માહિતી પાછી આપી શકે. તેમાં તમને ખુટતા માલસામાનની યાદી, નવા સામાન સમાવી શકવાની ‎ક્ષમતા, ઓટોમેટીક ઓર્ડર હોલસેલરને આપી શકે વગેરે બધું મળવું જોઇએ.
  • વજન કરી શકવાની કાર્યક્ષમતા હોવી જોઇએ. સામાન્યરીતે કહિએતો, જેટલું વધારે કામ તેટલી વધારે જરુરત ઉભી થવાની છે.પણ તે નવા કર્મચારીઓને ઓછા સમયમાં જલ્દીથી આવડી જવું જોઇએ તે પણ જરુરી છે. યોગ્ય સિસ્ટમઆ બંનેને યોગ્ય ન્યાય આપે છે.
  • શરુઆતમાં સિસ્ટમ ભલે નાની હોય પણ જરુર પ્રમાણે વધી શકે તેવી હોવી જોઇએ. જો તમે તમારુ બજેટ ઓછું રાખવા માગતા હો તો : કમ્પયુટરમાં એક POS સોફ્ટવેર અને ફક્ત ડ્રોઅર અને રસિદ પ્રીન્ટર લગાવી શકાય. પછી ભવિષ્યમાં તમે તમારી ઇચ્છા મુજબ બારકોડ સ્કેનર અને ક્રેડીટ કાર્ડ રીડર મુકી શકો, પછી માલસામાન પર ટેગ લગાડતું પ્રિન્ટર, પોલ ડિસ્પલે, અને  PIN ડેબીટ પેડ પણ લગાવી શકાય. તમે તમારી પસંદગી પ્રમાણેની સિસ્ટમ પસંદ કરો જેમાં તમે જાતે બીજા કોઇની મદદ વિના જાતે સેટઅપ કરી શકો.